શહેરા બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં તાલુકા સેવા સદનની બહારથી પસાર થતાં જીવંત વિજ વાયરમાં પતંગ ફસાઈ જવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી,જોકે વૃક્ષ અને વાયરમાં આગ લાગતા સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગને બુજાવવાના પ્રયત્નો હાથ ધરતા અડધો કલાકની મહેનત બાદ આગ બુજાવાઇ હતી,આમ સ્થાનિક લોકોની મહેનતના કારણે આગની મોટી ઘટના બનતા અટકી હતી.