તળાજા: ગોરખી ગામમાં પશુઓ પર એસિડ ફેંકાતાં ગોપ્રેમીઓમાં આક્રોશ
ભાવનગર જિલ્લાના ગોરખી ગામમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. છેલ્લા અંદાજે ૮ દિવસથી ગામમાં ગાયો અને ખૂંટિયાઓ પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ જેવો ખતરનાક પદાર્થ ફેંકી અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાના કારણે પશુઓ ગંભીર રીતે દાઝી જતા ગામમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો તેમજ ગોપ્રેમી ગ્રુપ દ્વારા ઇજાગ્રસ્ત પશુઓની સારવાર અને સેવા કરવામાં આવી રહી છે. સાથે જ શિવાજી સેના ગ્રુપના કાર્યકરો પણ સમગ્ર મામ