ભરૂચ: હર વર્ષની જેમ આ વર્ષે હાજીઓના વેક્સીનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું.
હજ કમિટી મારફતે હજ માં જનારા હાજી ભાઈ બહેનો ને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે ૮૦૦ હાજીઓનું રસીકરણ સફળતા પૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું.