નડિયાદ: ખોટા સર્ટિફિકેટ રજુ કરનાર 83 શિક્ષકો પાસેથી પગાર ડિફરન્સના નાણા રિકવર કરાયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી માહિતી
ખેડા જિલ્લામાં ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે 112 જેટલા શિક્ષકોએ ત્રીપલ સીના ખોટા સર્ટિફિકેટ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા હોવાનો કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આ બાબતે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 112 પૈકી 83 શિક્ષકો પાસેથી પગાર ડિફરન્સના નાણા રિકવર કરવામાં આવ્યા છે જ્યારે 23 જેટલા નિવૃત શિક્ષકો પાસેથી રિકવર કરવાના બાકી છે.