જામનગર જિલ્લાના કાલાવડ ખાતે હિન્દ રક્ષક સંઘ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં તુલસી પૂજન સાથે તુલસી રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસી પૂજા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે christmas હોવાથી ઘણા સનાતનીઓ જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ક્રિસમસ ટ્રી લગાવી ઉજવણી કરતા હોય છે, ત્યારે કાલાવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સનાતનીયો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.