મહુવા: સી.સી.આઈ. દ્રારા ટેકાના ભાવે કપાસની ખરીદીમાં જથ્થાની મર્યાદા વધારવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને રજૂઆત કરી
ચાલુ સાલ ટેકાના ભાવોમાં સારા એવા પ્રમાણમાં વધારો કરવામાં આવતા પ્રતિ ર૦ કિલોનાં રૂા.૧૬૧૨/- નાં ભાવથી હાલ કપાસની ખરીદી દરેક કેન્દ્રો પર થઈ રહેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે. જેનું ઉત્પાદન વીઘાદીઠ ૨૦ થી ૩૦ મણ (હેકટરદીઠ ૨૫ થી ૩૦ કવી.) હોય છે. તેની સામે સી.સી.આઈ. દ્રારા ચાલુ સાલ વીઘાદીઠ મહતમ ૧૨ મણની