ખેડબ્રહ્મા: શહેરના પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી અને દશેરાના તહેવાર ને લઈ શાંતિ સમિતિની બેઠક મળી..!
સોમવારે બપોરે 2 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે PI ડી.એન.સાધુ ની અધ્યક્ષતામાં આવનાર તહેવાર નવરાત્રી અને દશેરાને લઇ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ,વેપારીઓ સહિત દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં PI દ્વારા તમામને તહેવાર શાંતિ અને સલામતી થી ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સલાહ અને સૂચન કર્યા હતા.