ભુજ: સુમરા ડેલી નજીક ચિત્રો ઉપર જુગાર રમાડતા બે ઝડપાયા
Bhuj, Kutch | Nov 3, 2025 શહેરમાં સુમરા ડેલી પાસે ચિત્રો ઉપર દાવ લગાડી જુગાર રમાડતા બે પન્ટરને પોલીસે ઝડપી પાડયા હતા.આજે એલસીબીના હે. કોન્સ. જેઠાભાઇ ગઢવીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, સુમરા ડેલી પાસેનાં શોપિંગ સેન્ટરની દુકાન બહાર દીવાલની આડસમાં ઇકબાલ મુસા કુંભાર (રહે. ભુજવાળો) `સૂર' નામની પૈસાની હારજીતનો જુગાર-રમી રમાડે છે. પોલીસે દરોડા પાડી ઇકબાલ ઉપરાંત ઇમ્તિયાઝ કાસમ મેમણ (રહે. ભુજ)ને ઝડપી લીધા હતા. ઇકબાલે કહ્યું કે, પોસ્ટરમાં જુદાં-જુદાં ચિત્રો દોરેલાં છે. ખેલી