શહેરા: શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ ‘ટેકો’એપ અને આંખોની સ્ક્રીનિંગની કામગીરી બાબતે મામલતદાર અને THOને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની આશાવર્કર બહેનો અને ફેસીલેટર બહેનોએ એકીસાથે એકત્ર થઈ શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી ‘ટેકો’ ની અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લઈ ફિક્સ પગારની માંગ સાથે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.