તળાજા: તળાજા પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
તળાજા તાલુકાના દેવળીયા સહિતના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. ખેતરોમાં પાણીની આવક શરૂ થતાં વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને પણ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. જો વરસાદની ગતિ યથાવત રહેશે તો ખેતી માટે આ વરસાદ લાભ