અમદાવાદ શહેર: અમદાવાદમાંથી ચોમાસાની વિદાય
નૈઋત્યના ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. કચ્છથી લઈને વેરાવળ સુધી અને બનાસકાંઠાથી દાહોદની આસપાસના વિસ્તારો સુધી ચોમાસું પાછું ફરી ચૂક્યું છે. એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકી રહેલા જિલ્લામાંથી પણ ચોમાસાની વિદાય થાય એ માટે અનુકૂળ સ્થિતિઓ છે.