નિઝર: નિઝર ના રાયગઢ ગામમાં ખેડૂત આગેવાનોએ સરપંચ અને તલાટીને આવેદન પત્ર આપી રજૂઆત કરી.
Nizar, Tapi | Sep 25, 2025 નિઝર ના રાયગઢ ગામમાં ખેડૂત આગેવાનોએ સરપંચ અને તલાટીને આવેદન પત્ર આપી રજૂઆત કરી.નિઝર તાલુકાના રાયગઢ ગામના ખેડૂત આગેવાનો દ્વારા ગુરુવારના 12 કલાકની આસપાસ એક આવેદન પત્ર આપી રજૂઆત કરી છે જેમાં ગામમાં રખડતા ઢોરોનો ખેડૂતોના ખેતરના ઊભા પાક માં નુકશાન કરતા હોય છે જેના ત્રાસથી મહામૂલો પાક નું વ્યાપક નુકશાન થઈ રહ્યું છે જેને લઇ રખડતા ઢોરો ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે સહિત મુદે રજૂઆત કરાઈ છે.