વેજલપુર: અમદાવાદના માધુપુરામાં લકઝરી બસ ચાલકની બેદરકારીથી એક યુવકનું મોત
અમદાવાદના નમસ્તે સર્કલ પાસે મુસાસુહાગ કબ્રસ્તાન નજીક બસની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાતાં ડાળી તૂટી પડી હતી, જે પાછળ આવી રહેલા એક્ટિવાચાલક પર પડતાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. ત્યારે સમગ્ર ઘટનાના cctv પણ સામે આવ્યા છે.. માધુપુરા પોલીસેસોમવારે 3.55 કલાકે બસચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..