આણંદ, તા.૧૮ આણંદ તાલુકાના વઘાસી ફાટક નજીક શુક્રવારના રોજ ટ્રેનની ટક્કરે મંગળપુરાના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ઘરી છે. શુક્રવાર રાત્રિના સમયે આણંદ તાલુકાના વઘાસી ફાટક નજીકથી પસાર થતી ટ્રેનની અડફેટે એક ૩૫ થી ૪૦ નો યુવક કપાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.