નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી હેપ્પી સ્ટે હોટલના બાથરૂમમાંથી ગઈકાલે સાંજે એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમી યુવક અને તેની પ્રેમિકા હોટલમાં ગયા હતા તે દરમિયાન પ્રેમિકાના દુપટ્ટા વડે બાથરૂમમાં જ પ્રેમી એ ગળે ફાંસો ખાધો હતો ત્યારે યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સાત વર્ષનો પ્રેમ તેના પરિવારને મંજૂર ના હોવાથી તે ડિપ્રેશનમાં હતો.