ગાંધીધામ: આદિપુરના કેસરનગર નજીક ડિવાઇડરનો અભાવ,તાત્કાલિક ડિવાઇડર બનાવવા લોકમાંગ ઉઠી <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
આદિપુરના કેસર નગર,૩ વાળી અને 4 વાળી વચ્ચેના રોડ પર રોડ સમારકામની કામગીરી કરવા માટે ડિવાઇડર તોડી નાખવામાં આવ્યા હતા. ડિવાઇડર ન હોવાના કારણે વાહનો સામે આવી જાય છે, જેના લીધે અકસ્માતો વધી રહ્યા છે.આ ઉપરાંત રોડ પર નાના નાના પથ્થરો પણ પડેલા છે, જેના કારણે વાહનચાલકોના વાહનો સ્લિપ થવાનો ભય સતાવી રહ્યો છે, સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અને ડિવાઇડર બનાવવાની માંગ કરી છે.