ભરૂચ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ gnfc સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કેમ્પનું આયોજન કરાયુ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે. ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ સવારથી કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જી એન એફ સીના અધિકારીઓ સહિત હાજર રહ્યા હતા.