દસાડા તાલુકાના પીપળી અને અખિયાણા ગામને જોડતો રોડ છેલ્લા ઘણા મહિનાઓથી બિસ્માર બન્યો છે, જેના લીધે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે થોડા મહિનાઓ પહેલા દેગામ અને પીપળી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું પરંતુ પીપળી ગામથી અખિયાણા હાઇવેને જોડતો રોડ બિસ્માર બન્યો છે અને ઠેર ઠેર ખાડાઓ બનવાથી દયનિય હાલત બની છે, ત્યારે વાહનચાલકો અને રાહદારીઓની પ્રબળ માંગ ઉઠી હતી કે વહેલાસર આ રોડનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે.