પૂર્વ કચ્છમાં CEIR પોર્ટલના ઉત્તમ ઉપયોગ બદલ ચાર પોલીસ કર્મચારીઓને એસપી સાગર બાગમાર દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ગુમ કે ચોરાયેલા મોબાઈલ ઝડપથી શોધી અરજદારોને પરત કરવાના શ્રેષ્ઠ કાર્ય બદલ જયદીપભાઇ કેશુભાઇ બાંભણીયા (અંજાર પોલીસ), ગૌતમભાઇ રાજુભાઇ (ગાંધીધામ એ ડિવિઝન), રામજીભાઇ કરશનભાઇ વરચંદ (આદિપુર પોલીસ) અને જયદીપકુમાર રામસંગજી (દુધઈ પોલીસ)ને સન્માન અપાયું.