ગોધરા શહેરના તાલુકા પોલીસમથકને દિવાળી પર્વ નિમિત્તે દુલ્હનની જેમ રંગીન લાઇટો અને સજાવટથી ઝગમગાવવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની સરકારી ઈમારતોની જેમ ગોધરા તાલુકાના સૌથી મોટા પોલીસમથકને પણ પ્રકાશથી શોભિત કરવામાં આવ્યું. તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. અસોડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે એકતા અને ઉત્સાહ સાથે દીવા, લાઇટો અને સુશોભન સામગ્રીથી પરિસરનું સૌંદર્ય વધાર્યું. આ શણગાર માત્ર સૌંદર્ય વધારતો નહીં પરંતુ પોલીસ તંત્રની લોકમૈત્રી અને સેવાભાવના પ્રતિબિંબર