માંગરોળ: તાલુકાના ખેડૂતો પાસેથી ઓછા ભાવે ડાંગર ખરીદી ખેડૂતોનુ શોષણ કરતાં વેપારીઓ સામે ખેડૂત આગેવાન કેતન ભટ્ટે કાર્યવાહીની માગ કરી
Mangrol, Surat | Oct 27, 2025 માંગરોળ તાલુકામાં ખેડૂતો પાસેથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ડાંગર ખરીદતા વેપારીઓ સામે ખેડૂત આગેવાન કેતન ભટ્ટે કાર્યવાહીની માંગ કરી છે રાજ્ય સરકાર દ્વારા હાલ ડાંગરના પ્રતિ 20 કિલોના રૂપિયા 473.80 પૈસા જાહેર કરેલ છે પરંતુ વેપારીઓ 350 થી 400 રૂપિયામાં ખેડૂતો પાસે ડાંગર ખરીદી રહ્યા છે જેથી ખેડૂતોનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે તેને અટકાવવા માટે માંગ કરી છે