માળીયા હાટીના: આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ એ પ્રતિક્રિયા આપી
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અને એ અન્યાયને અટકાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં જે લડત શરૂ થઈ હતી તે લડતને અટકાવવા માટે, પોતાના હક અને અધિકારો માટે લડતા ખેડૂતોને ડરાવવા અને ધમકાવવા માટે તેમના ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે. ખેડુતો પર થયેલા ખોટા કેસોના વિરોધમાં તમે આવતીકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત અનશન પર બેસવાના છીએ.