ભાવનગરના હિમાલયા સ્કાય ફ્લેટમાં રહેતા વેપારી હાર્દિકભાઈ કારેલીયાના ઘરે કામ કરતા છાયાબેન સોલંકી નામની મહિલાએ ગત તા. ૧૦/૧૨/૨૦૨૫ થી ૧૨/૦૧/૨૦૨૬ દરમિયાન અલગ-અલગ સમયે કુલ રૂ. ૨,૬૦,૦૦૦/- રોકડા અને સોનાના વિવિધ દાગીના નેકલેસ અને ચેઈન મળી કુલ રૂ. ૪,૮૦,૦૦૦/-ની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.