મોડાસાના પ્રવાસીઓ ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા જેઓ પ્રવાસ પૂર્ણ કરીને ખાનગી લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા,તે દરમિયાન શહેરાની વાઘજીપુર ચોકડી પાસેથી પસાર થતી વેળા એ અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી,જેને લઈને બસની આગળથી ચાલતી આઇસર ટ્રકની પાછળના ભાગે બસ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો,જેને લઈને બસમાં સવાર ૫૬ મુસાફરો પૈકી ૧૩ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.