તારાપુર: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે કહ્યું ; કમોસમી વરસાદથી થયેલ નુકશાની સર્વેમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે.
Tarapur, Anand | Nov 7, 2025 શુકવારે સાંજે 4 : 30 ક્લાકે, આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય બારૈયાની ખેડૂતોને થતા અન્યાય બાબતને લઈ વિડીયો સામે આવી છે.તેમણે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી થયેલ નુકશાની સર્વેમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.ખરેખર જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેને બાયપાસ કરાઈ રહ્યા છે. અધિકારીઓએ તટસ્થ રહી કોઈ પણ ભેદભાવ વિના સર્વે કરવું જોઈએ. ઉપરાંત ભાજપા પર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.