ચીખલી અને ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ₹21.07 કરોડનાં ખર્ચે નિર્માણ થનાર માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશ પટેલે કરીને સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી.આ માર્ગો નિર્માણ પામ્યા બાદ વિસ્તારની આંતર-કનેક્ટિવિટી સુદૃઢ થશે, દૈનિક આવન-જાવનમાં સુવિધા અને સુરક્ષા વધશે તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનું પરિવહન વધુ કાર્યક્ષમ બનશે.