જાફરાબાદ: જાફરાબાદની બાલકૃષ્ણ સોસાયટીમાં ઘરફોડ ચોરી : દાગીના અને રોકડ મળી ₹1.50 લાખનો મુદ્દામાલ ચોરાયો
જાફરાબાદની બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમીલાબેન સોલંકીના ખુલ્લા ઘરમાં અજાણ્યા ચોરે ઘુસીને સોનાના દાગીના અને રોકડ મળી આશરે ₹1.50 લાખની ચોરી થઈ હતી ત્યારે જાફરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને તસ્કરની શોધખોળ શરૂ કરી છે.