તળાજા: ગઢુલા ગામે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં? જર્જરીત આંગણવાડી અને પાણીની સમસ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. આંગણવાડી ભવનની સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે અહીં અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આવતા નાના બાળકોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના જણાવ્યા મુજબ વર્ષ 2018થી લઈને આજદિન સુધી આંગણવાડીમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી. નર્મદા-મહીપરી યોજના હેઠળનું પાણી હોય કે ગામના કૂવાનું પાણી, બંનેમાંથી કોઈ પણ પાણ