સીંગવડ: સિંગવડ ઘટક-2 મેથાણ સેજા ખાતે પોષણ ઉત્સવ ઉજવણી કરાઈ
Singvad, Dahod | Sep 15, 2025 આજે તારીખ 15/09/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ ઘટક-2ના મેથાણ સેજામાં પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મિલેટ્સમાંથી તથા ટીએચ.આર.માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં તૈયાર કરાયેલ વાનગીઓને મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા. વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.પોષણ તહેવારના અવસરે સ્વસ્થ જીવનશૈલી અને સંતુલિત આહાર અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ ભાર મુકાયો.