જાંબુઘોડા: જાંબુઘોડા ની મોડલ સ્કૂલ રામપુરા ખાતે NDPS અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જાંબુઘોડાની રામપુરા મોડલ સ્કૂલ ખાતે જાંબુઘોડા પોલીસ સ્ટેશન દ્વારા NDPS તેમજ સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ આજે ગુરૂવારના રોજ બપોરે 12 કલાકે યોજાયો હતો જેમાં સાયબર ક્રાઇમનાં ગુનાઓને ઝડપી શોધી નવી અતિઆધુનીક ટેકનોલોજીના માધ્યમથી ગુનાઓ તેમજ ગુનેગારોને ઝડપી પાડવાની પદ્ધતિ વિશે શાળાના વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.આ પ્રસંગે જાંબુઘોડા પોલીસ મથકના PI વસાવા PSI પીઆર ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓ તેમજ સ્કૂલનો સ્ટાફ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા