રવિવારે સાંજે સાડા સાત કલાકે પાંડેસરા બમરોલી રોડ ખાતેથી એકતા માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મજુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.બમરોલી રોડ થી નીકળેલી આ એકતા માર્ચમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,સુરત મેયર દક્ષેશ માવાણી સહિતના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.આઠ કિલો સુધીની આ પદયાત્રા યોજાઈ હતી.