અલથાણ માં આવેલી હોટેલ રૂમ્સ માં છાપો મારી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ગેંગના મુખ્ય આરોપીઓ રીન્કુ ચૌહાણ, જૂગેન્દ્ર રાજપૂત, અભિષેક ઠાકુર, યોગેશ ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે.ગેંગની પૂછપરછમાં સાત ઘરફોડ ચોરીના ગુના ઉકેલાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ કબજે કરાયા હતા.આ ગેંગ અલગ અલગ રાજ્યોમાં ફરી ગુનાઓને અંજામ આપતી હતી. ગુના આચરી શહેર અથવા રાજ્ય તાત્કાલિક છોડી દેતા હતા.ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી.