સીંગવડ: દાહોદ જિલ્લાના બંડીબાર અને વિસલંકી અને છાપરીયા ગામ પશુ સારવાર કેન્દ્રોની મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ
Singvad, Dahod | Sep 29, 2025 આજે તારીખ 29/09/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે સાંસદ જસવંતસિંહ ભાભોરે બંડીબાર અને વિસલંકી ગામો તેમજ સીંગવડ મંડળના છાપરીયા ગામ માં નવા પશુ દવાખાનાઓને મંજૂરી આપવાની જાહેરાત કરી.આ પહેલ પશુપાલકો માટે નોંધપાત્ર રાહત લાવશે અને આ ગ્રામીણ વિસ્તારોમાં પશુ સ્વાસ્થ્ય માટે નવી સુવિધાઓનો પ્રારંભ કરશે. સાંસદ જસવંતસિંહ ભાભોરે સમાવિષ્ટ ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.