ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર 2 બાઈક વચ્ચે અકસ્માત બાદ દેશી દારૂના કોથળા રોડ પર પડ્યા, પોલીસની હાજરીમાં જ દારૂ નદીમાં ફેંકાયો
અંકલેશ્વર તાલુકાના સંજેલી ગામ ખાતે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઈક નંબર GJ 16 DR 2312 પર અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી ગત મોડી રાત્રે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બન્નેને ઇજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જનાર બાઈક પર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ પર પડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.