માંગરોળ: કુંવરદા ગામે ગાળો બોલવા મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારા મારી થતા સામ સામે ફરિયાદ નોંધાય
Mangrol, Surat | Sep 19, 2025 માંગરોળ ના કુંવરદા ગામે બે પરિવારો વચ્ચે ગાળો બોલવા મુદ્દે મારામારી થતા કોસંબા પોલીસ મથકમા સામસામે ફરિયાદ નોંધાય છે કુંવરદા ગામના પંચાયત ફરિયામા રહેતા સુરેશભાઈ મનીયભાઈ વસાવા પોતાની ઘોડી ચારો ખાતી ન હોવાથી ગાળો બોલતા હતા ત્યારે પાડોશી કેતન બળવંત વસાવા ગાળો નહીં બોલવા જણાવતા ઉશ્કેરાઇ જઈ તેના ભાઈ અજય સાથે મળી સુરેશ વસાવા ને માર મારવા અંગેની ફરિયાદ નોંધાય છે જેની સામે કેતન બળવંત વસાવા એ સુરેશ વસાવા સુનિલ વસાવા અને વિનય વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી