અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકએ સુડાવડ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ, ગામમાં સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા સ્થાપન, ખેત મજૂરોની નોંધણી અને અન્ય સલામતી સંબંધિત મુદ્દાઓ પર સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષકે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિર્દેશો આપ્યા.