ભાવનગરના અકવાડા નાથીયા તળાવ પાસે દિલીપભાઈ ડાભી અને તેમના મામા દિનેશભાઈ ચૌહાણ સહિતના લોકો આરોપી અલ્પેશ સોલંકી જે યુવતી સાથે સોશ્યલ મીડિયામાં વાતો કરતો હોય જે બાબતે ઠપકો આપવા ગયા હતા, જ્યાં બોલાચાલી દરમિયાન સમાધાન માટે વચ્ચે પડેલા દિનેશભાઈને છરીના ઘા મારી દેતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે ઘોઘારોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી રાહુલ સોલંકી, અલ્પેશ સોલંકી, સુરેશ સોલંકી અને એક સગીર સહિત કુલ ચાર ઇસમોને ઝડપી લીધા.