નડિયાદ: ટાઉન પોલીસ મથકની સામે મનપાની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર 30 જેટલા લારી ગલ્લા વાળાને હટાવાયા
નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે મહાનગરપાલિકાની વિશાળ જગ્યા છે તાજેતરમાં જૂનો ટાઉનહોલ સાહિત્યકારોનું સરનામાની કચેરી તથા જૂની સબજેલ તોડ્યા બાદ આ જગ્યા ખુલ્લી થઈ હતી જેમાં કેટલાક લારી ગલ્લાવાળા તથા ખાનગી વાહનોનું પાર્કિંગ જોવા મળ્યું હતું જે વાત મનપા કમિશનરના ધ્યાને આવતા તાત્કાલિક દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આશરે 30 જેટલા લારી ગલ્લા હટાવવામાં આવ્યા