રાછેણા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા સાત દિવસથી તૂટેલી હાલતમાં પડી છે.જોકે સાત દિવસ પહેલા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું હતું.ગામડું પડતા જ ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા.જ્યારે કેનાલ તુટતાની સાથે જ નર્મદા વિભાગને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સાત દિન સુધી રીપેર કરવામાં ન આવતા ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત રહી ગયા છે.જેથી તાત્કાલિક ધોરણે કેનાલ રીપેર કરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.