માંગરોળ: નવા બંધારાના નિર્માણથી લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ, શેરીયાજ, આંત્રોલી, દીવસા અને મુળ માધવપુર જેવા ગામોને લાભ મળશે
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામે નેત્રાવતી નદી પર નવા બંધારાનું આલેખન-ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. બંધારામાં પાણીનો સંગ્રહ થવાથી ખારાશ અટકશે. તેમજ આ બંધારામાં પાણીનો સંગ્રહ થયે નેત્રાવતી–મધુવંતી સ્પ્રેડીંગ કેનાલ તથા નોલી–નેત્રાવતી સ્પ્રેડીંગ કેનાલ દ્વારા માંગરોળ તાલુકાના લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ શહેર વિસ્તાર, શેરીયાજ, આંત્રોલી, દીવાસા અને મુળ માધવપુર જેવા ગામોને સિંચાઈ તથા પીવાનું મીઠું પાણી ઉપલબ્ધ થશે.