ગોધરા તાલુકા પોલીસે ભામૈયા ચોકડી પાસે પિકઅપ વાહનમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે 1 માર્ચે નાકાબંધી ગોઠવતા બાતમી મુજબનું વાહન આવ્યું, પરંતુ ચાલક પોલીસે ઈશારો કરતાં જ દૂરથી વાહન મૂકી ફરાર થઈ ગયો. તપાસ દરમિયાન પોલીસે રૂ. 5.60 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 2232 બિયરના ટીન મળી આવ્યા. દારૂ અને પિકઅપ મળીને કુલ રૂ. 7.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધ