તાલુકા હેલ્થ કચેરી ખાતે સ્તન કેન્સર જાગૃતિ નો કાર્યક્રમ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં યોજાયો
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
પાલનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્તન કેન્સર જાગૃતિનો કાર્યક્રમ આજે મંગળવારે ત્રણ કલાકે યોજાયો હતો જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતનભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા હેલ્થ અધિકારી અને આરોગ્યનો સ્ટાફ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી