દસાડા: ખેરવા ગામમાં બુટલેગરનો આતંક, કારથી ટક્કર મારી યુવક પર છરી વડે હુમલો
દસાડા તાલુકાના ખેરવા ગામમાં માથાભારે બુટલેગર આબીદ ખલીફાએ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો. મહિલાની છેડતીની જૂની અદાવતમાં તેણે બેફામ કાર અને બાઈક ચલાવી ત્રણ લોકોને ટક્કર મારી હતી અને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાટડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે આરોપી હાલ ફરાર છે. આ ઘટનાથી રોષે ભરાયેલા 150 જેટલા ગ્રામજનોએ મધરાતે માલવણ પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો.