ડેડીયાપાડા: ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં 4 નવેમ્બર, 2025 થી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.
ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાાદી સુધારણાની કામગીરી તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૫ થી શરૂ થઈ ચુકી છે, ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના ૧૪૮ નાંદોદ તથા ૧૪૯ દેડિયાપાડા એમ, બે વિધાનસભા મતવિસ્તારમાં 4 નવેમ્બર, 2025 થી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.