કુંભારવાડા નારી રોડ પર જર્જરિત નાળુ એક બાજુ બેસી ગયું મોટી દુર્ઘટનાની ભીતિ
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગરમા તમામ વિસ્તારોમાં હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતના કારણે અનેક કામો ખોરાભે ચડ્યા છે, શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે આવેલું જર્જરિત નાળુ પણ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એમ ઉભું છે, 35 થી 40 વર્ષ જૂનું નાળું ખુબ જ જર્જરિત હોય હાલ બેસી ગયું છે, આ નાળાને પહોળું બનાવવા તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે.