કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ₹11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક બસ સ્ટેશનનું મંત્રી ત્રિકમભાઈ છાંગા અને અન્ય મહાનુભાવોના હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સેક્ટર-8માં નિર્માણ પામનાર આ બસ પોર્ટ એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓથી સજ્જ હશે. જેમાં 11 પ્લેટફોર્મ, 13 સ્ટોલ, કેન્ટીન અને મુસાફરો માટે આધુનિક પ્રતીક્ષા કક્ષની વ્યવસ્થા કરાશે. વિકલાંગો માટે ખાસ બ્રેઈલલિપિ અને વ્હીલચેર રેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ હશે.