મોરબી: મોરબીના બસ સ્ટેશનોમાં મુસાફરોની ભારે ભીડ : અનેક રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડવાય
Morvi, Morbi | Oct 20, 2025 દિવાળી પૂર્વે જ મોરબીના જુના અને નવા બસસ્ટેન્ડમાં મુસાફરોની ભીડ ઉમટી રહી હોય મોરબી ડેપો દ્વારા પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના રૂટ ઉપર હાલમાં વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. મુસાફરોના ધસારાને પગલે મોરબી ડેપોની આવકમાં દૈનિક એક લાખથી વધુનો વધારો થયો છે.