મોરબી: મોરબીના મનુભાઈ પાર્કમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર મહાપાલિકાનું ડિમોલેશન
Morvi, Morbi | Sep 24, 2025 મોરબી શહેરના બાયપાસ રોડ પર આવેલા લાયન્સ નગર પાસેના મનુભાઈ પાર્કમાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પાર્કમાં માલિકે પોતાની મંજૂર થયેલી જગ્યા કરતાં વધુ જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું, જેના પગલે આ ડિમોલેશન હાથ ધરી માલિકી સિવાયની જગ્યામાં કરેલ બાંધકામ તોડી પાડી જગ્યા ખુલ્લી કરાઈ છે.