પુણા: હજીરામાં બેફામ દોડતા ટ્રકના ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત,ચાલકની અટકાયત
Puna, Surat | Oct 13, 2025 હજીરા વિસ્તારમાં સોમવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.વહેલી સવારે બનેલી અકસ્માતની ઘટના બાદ બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.ઘટનાં ને લઈ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.બીજી તરફ અકસ્માતની ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ અને હજીરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.જ્યાં લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જ્યારે ચાલકની અટકાય કરી આગળની વધુ તપાસ હજીરા પોલીસે હાથ ધરી હતી.