વિસનગર તાલુકાના કડા GIDC નજીક વસઈ રોડ પર ગત ૧૬ ડિસેમ્બરના રોજ સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં વસઈ ગામના એક યુવાને જીવ ગુમાવ્યો છે. નોકરી પૂરી કરી મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલા ત્રણ મિત્રોને નંબર વગરની નિશાન સની કારના ચાલકે ગફલતભરી રીતે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ભૂમિક લુહારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના અન્ય બે મિત્રો હાલ હોસ્પિટલમાં છે.